નામ એમનું પ્રશાંત દયાળ. આ નામથી ગુજરાત પત્રકારત્વ આલમમાં ભાગ્યેજ કોઇક અજાણ્યું હશે. જી હા, ક્રાઇમ રિર્પોટિંગ માં જેમનો જોટો જડવો મુશ્કેલ છે એવાં પ્રશાંત દયાળ જેમને પરિચિતો ને મિત્ર વર્તુળમાં બધાં "દાદા" નાં હુલામણા નામથી ઓળખે છે. એવું વ્યક્તિત્વ જેનાં મોંઢા પર સદાય સ્મિત રમતું રહેતું હોય, જેમનો આગવો સ્વભાવ જોઇએ તો ફક્કડ ને તડફડ. ખુશમિજાજી અને અલ્લડ પણ ખરાં જ. ઇન્વેસ્ટીગેટીવ પત્રકારત્વ જેમાં ઘણી ખણખોદ, રખડપટ્ટી ને અંતે જે સમાચાર બને એમાં જ એમને મજા આવે. મૂળ પત્રકાર પણ કામ જોવા જઇએ તો વિજ્ઞાન જેવું કે જે અંત એટલે કે વાતનાં મૂળ સુધી પહોંચીને જ રહે. પત્રકાર તરીકે જેમણે બોલપેન ને ડાયરી ને સદાય અળગી રાખી ને તો પણ હાલ એમનાં જેવું કામ ખાસ કોઇ નથી કરી શકતું. જ્યારથી પત્રકારત્વનો અભ્યાસ ચાલું કર્યો ત્યારથી બધાં વિદ્યાર્થીઓનાં મોંઢે થી સાંભળતો કે મારે આ બીટ જોઇએ, પેલી બીટ જોઇએ અને એનાં માટે બીટ સ્પેશિયાલિસ્ટ અનુભવી પત્રકારો પણ બીટ પ્રમાણે વિદ્યાર્થીઓનાં આદર્શ રહેતા હોય છે મતલબ કે એમનાં જેવી રીતે રિર્પોટિંગ કરવું, લખવું વગેરે. પણ વાત જ્યારે ક્રાઇમ બીટ ની આવે ત્યારે બધાંના મ...
Welcome To My Blog