શાંતિ સંશોધન કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, ભારતીય વસ્તી શિક્ષણ સંઘ અને ભારતીય સમુદાય શિક્ષણ સંઘનાં સંયુક્ત ઉપક્રમે વિષય જીવનશૈલી અને પર્યાવરણ સમસ્યા સંદર્ભે વ્યાખ્યાન યોજાયું હતું.
જેના વ્યાખ્યાતા ડૉ. કાર્તિકેય વિક્રમ સારાભાઇ હતા.
કાર્તિકેય વિક્રમ સારાભાઈ વિશ્વના અગ્રણી પર્યાવરણીય શિક્ષકોમાંના એક અને સમર્પિત સમુદાય નિર્માતા છે.
તેમણે પર્યાવરણ સમસ્યા સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી અને એના નિવારણ માટેનાં ઉપાયો ઉપર પણ માહિતગાર કર્યા હતા.
તેમને 2012માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.