Skip to main content

મળ્યાં પહેલા રાઝ, મળ્યા પછી હમરાઝ

      તસવીરમાં ડાબેથી મિત્ર હિમાંશુ ઉર્ફ 'હમરાઝ'


પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, ગૂજરાત વિદ્યાપીઠમાં ઓનલાઇન પ્રક્રિયાથી એડમિશન લીધેલાનું પ્રથમ સત્ર નવેમ્બર ૨૦૨૦.
કોરોનાનો પ્રકોપ ચાલું.
એટલે કોઇને મળવાનું પણ ના થયેલું, નાતો ગૂજરાત વિદ્યાપીઠ જવાનું થયેલું.
પ્રથમ દિવસ અધ્યાપકો દ્વારા એકબીજાનાં નામ-ઠામને પરિચયમાં ગુજારવામાં આયો ત્યારે કોણ ક્યાંથી છે શું ભણેલા છે વગેરે વગેરે જાણેલું.
પછી રોજિંદા અભ્યાસનાં ભાગરૂપે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો એમાં ગૂગલ મીટ એપ્સની લિંકથી જોડાઇને બધા વિદ્યાર્થીઓ એકસાથે ઓનલાઇન વર્ગ ભરતા હતા, એટલે એમાં બધાના ચહેરાનો પરિચય થયો ફોનનાં કેમેરાથી.
પછી સમય જતાં બધાએ સાથે મળીને વિદ્યાર્થીઓનું એક વ્હૉટ્સએપ ગૃપ બનાવેલું જેમાં ભણવા સાથેની ચર્ચા કરવી એવો નિયમ અખત્યાર કરવામાં આવેલો પછી ફોન નંબરોની આપ-લે થઇ, આમાં પોતાના વિસ્તાર પ્રમાણે અને પોતાને ફાવે એવા વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો બનાવ્યા હશે જે સાધારણ વાત હતી.
એ વખતે હિમાંશુ સાથે મારે કહેવાય કે કહેવા પૂરતો પણ સંપર્ક નહીં હોય.
ભાગ્યેજ કોઇક વાર કંઇક પ્રશ્ન ઉદભવ્યો હોય તો મેસેજ કરીને વાત કરી હશે મેં, પછી મને એવું લાગતું આ ભાઇ પાવરનો ભરેલો અને એટ્ટિટ્યૂડ વાળો લાગે છે સરળતાથી ભળી જાય એવો નથી. પછી હું વિચારતો કે મારે શું !!!

પછી એકસાથે ત્રણ સત્ર અમે ઓનલાઇન ભણ્યા હોઇશું એવામાં કોરોનાની ગતિ હળવી થતાં પ્રશાસનના આદેશાનુસાર ઓફલાઇન મોડમાં શિક્ષણ ચાલું થતાં, પ્રથમ વાર ત્રણ સત્ર ભણી રહ્યા હોય તો પણ પ્રથમ વાર પોતાની જ સંસ્થામાં જવાનું થયું હોય એવો પ્રથમ કિસ્સો બન્યો હતો.
મનમાં ઘણાંય વિચારો સાથે, છૂપા ડર સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં પગ મુકેલો ને સીધો પહોંચ્યો હતો કેન્ટિન. (ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટિન વિશે અલગ બ્લૉગ થઇ શકે એમ છે એટલે વિગતે ફરી કોઇક વાર વાત કરીશ).
ત્યાં આ હિમાંશુભાઇ મારા પહેલા થોડાંક સમયથી આવી પહોંચેલા હતા એટલે મેં એમને મળીને પુછપરછ કરી હોસ્ટેલ વિશે, અહીંના વાતાવરણ વિશે.
રૂમની સગવડ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી અતિ તદ્દન હંગામી ધોરણે હિંમાશુભાઇના રૂમમાં રહેવાનું નક્કી થયું.
પછી તો સવારે પ્રાર્થના, શ્રમકાર્ય, ઉપાસના અને વર્ગખંડમાં જોડે જતાં આવતાં એકજ રૂમમાં રહેતા એકબીજા વિશે ખુલીને પરિચય થયો ને પછી મેં હંગામી ધોરણે ના રહેતાં કાયમી વસવાટ હિમાંશુભાઇના રૂમમાં કર્યો.
સમય પસાર થતાં મેં અનુભવ્યું કે હું જે હિમાંશુભાઇ વિશે વિચારતો કે ભળતા નથી, પાવરવાળા લાગે છે એ બધી વાતો તદ્દન વાહિયાત લાગી, કેમ કે મેં મારી જીંદગીમાં આવો સરળ અને મિલનસાર મિત્ર તો ઠીક પણ માણસ નથી જોયેલો. ગમે તે કામ હોય કોઈ દિવસ કંટાળો નહીં, કોઇ દિવસ ના નહીં.
જગમાં પાણી ભરવાથી લઇ ઇસ્ત્રીમાં મુકેલા કપડા લાવવાના હોય હિમાંશુભાઇએ કોઇ દિવસ એવું નથી કે તારે જવું પડશે.
સ્વભાવે કોઇજ જાતનાં દ્રેષથી રહિત, નિસ્વાર્થ, મિલનસાર ને સાવ ભોળિયો, વિદ્યાપીઠમાં ભાગ્યેજ કોઇ નહીં ઓળખતું હોય આમને.
અત્યારે મારો જીગરી ને પરમમિત્ર છે એનું એક કારણ અમારો સાહિત્ય પ્રત્યેનો લગાવ સરખો જ છે બંને સાહિત્ય રસિક છીએ. લાઇબ્રેરીનો પરિચય એમણે જ મને કરાવેલો.
કોઇપણ સાહિત્યીક કાર્યક્રમ હોય અમે બંને તો હોઇએજ એમાં સાથે.
પાછું ગઝલ લખવાનો એમનો પસંદીદા શોખ એટલે કવિજીવ હોય એટલે મિત્રતા એક અલગ મુકામ પર હોય એ સ્વાભાવિક છે.
મૂળ અમે બંને સાયન્સ ગ્રેજ્યૂએટ વિદ્યાર્થી પણ ગુજરાતી ભાષા પરનો અમારો પ્રેમ એક જેવોજ ઉચ્ચ અને જબ્બરદસ્ત.
પાછું હોસ્ટેલ આવતાં હોય ને અમે કંઇ નાસ્તો - ચા પાણી મંગાવીએ તો આજ સુધી એવું નથી બન્યું કે કંઇ ખુટ્યું હોય, આવી લાગણી છે કે વધે એ ચાલે પણ ઘટવું ના જોઇએ.
મિત્રતાની આ વાત આમતો લાંબી થાય એમ છે પણ મારી લાગણી એનાથી પણ લાંબી અને વિશાળ છે એટલે એમાં મારા બીજા પણ મિત્રોનો સમાવેશ થાય છે, જેમના વિશે વિગતે બ્લૉગ લખવો પડે એમ છે.
ગણ્યાં-ગાંઠ્યા જે મિત્રો છે એમાં હિમાંશુભાઇ નો સમાવેશ અચૂક કરું છું કેમ કે આ લખવા પ્રેરાયો એમાં એમનો પણ મહદઅંશે ભાગ ગણું છું.
Bey Yarr
આભાર.


લિખિતંગ - વિતાન પરમાર

Popular posts from this blog

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 💐

                 ફોટો સૌજન્ય - રણમલ સિંધવ ૨૪, ઓગસ્ટ ૨૦૨૨ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિવર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી ભાષાની આન, બાન અને શાન રૂપે ઉજવાય છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કવિ નર્મદે 'મારી હકીકત' લખી હતી. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે. મારા ગુજરાતી ભાષા અંગેના મત.... આજના સમયમાં ગુજરાતી ભાષાના મહત્વ અંગે જાત જાત ના લેખો જોવા મળે છે, ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા કરતા ઓછું મહત્વ આપવામાં આવે છે પણ ભાષા કોઇ પણ હોય એનું અનેરુ મહત્વ હોય જ છે બસ સમજવાની જરૂર છે કે આપણે બધીજ ભાષાઓને સમાન મહત્વ આપવું ઘટે. વાત કરું ગુજરાતી ભાષાની તો મારી સૌથી ગમતી અને પ્રિય ભાષામાં ગુજરાતી છે, મને ક્યારેય એવું થયું નથી કે હું અંગ્રેજી શીખું કેમ કે મારે તો હજું ગુજરાતી ભાષાને સૌથી નજીકથી જોવાની ભણવાની પણ બાકી છે. મારી બોલી ગુજરાતી છે બાર ગાઉ બોલી બદલાય એમ ગુજરાતમાં પ્રદેશ બદલાય એમ ગુજરાતી ભાષાની બોલવાની ઢબ પણ બદલાય છે. હું સાબરકાંઠાથી આવું છું તો ત્યાંની બોલી તરત જ ઓળખાય જાય ક્યાંક ગયા હોઇએ ને ક...

at Media House

                  With Classmates..                         Me with WE..

સાહિત્ય જલસો

                            મારો વાંચનપ્રેમ