પુસ્તક - અત્તરની સુગંધ
લેખક - દેવેન્દ્ર પટેલ
પ્રકાશક - નવભારત સાહિત્ય મંદિર
અત્તરની સુગંધ આ પુસ્તક વિશે એટલું જરુર કહેવા માંગીશ કે
આ પુસ્તક વાંચીએ એટલે તત્ક્ષણ હરેક શ્રેણી કથાના અંતે કોઇ ને કોઇ 'મેસેજ' આપે છે, અને માટે જ તે અર્થપૂર્ણ બને છે પછી કથા ભલેને પ્રયણભગ્ન યુવતીની હોય કે લોહીથી ખેલાયેલા ખૂની ખેલની હોય.
ગાંધીજીએ કહ્યું છે કે " કોસિયાને પણ સમજાય તેવી ભાષામાં લખો. "
આ વાત આ પુસ્તકમાં પણ છતી થાય છે, સરળ અને સમજાય એવા શબ્દોથી બનેલી આ શ્રેણી જરૂર વાંચવાલાયક છે.
- વિતાન પરમાર