ગતરોજ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે સુપ્રસિધ્ધ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર એવાં શ્રી વર્ષા અડાલજા લિખિત આત્મકથા 'પગલું માંડું હું અવકાશમાં' ના લોકાર્પણ સંદર્ભે જવાનું થયું જ્યાં મારી કેફિયત અંતર્ગત વર્ષા અડાલજાનાં મુખેથી એમની આત્મકથા કમ જીવનનાં સંસ્મરણો સાંભળવાનો અનેરો મોકો પ્રાપ્ત થયો,
એમના મુખેથી એમની કેફિયત સાંભળીને ઘણી લાગણીઓ એકસાથે ઉમટી પડી હતી,
એમાંની એક રોમાંચક લાગણી એ હતી કે પ્રખ્યાત લેખક શ્રી ગુણવંત આચાર્ય તેમના પિતાશ્રી હતા અને બીજી લાગણી એ હતી કે આજ ના દિવસે એમની આત્મકથા ના લોકાર્પણ દિવસે જ એમનો જન્મદિવસ પણ હતો.
આવા પ્રસિધ્ધ વ્યકિત્વ છતાં સરળતાથી ભારોભાર ભરેલા સ્વભાવનાં માલિકણ એવાં વર્ષાજી ને જન્મદિવસની મબલખ શુભેચ્છા 💐
આપને મળવાનો લ્હાવો પ્રાપ્ત થયો એના માટે આનંદ આભાર.