પુસ્તક - સુગંધનો રંગ
લેખક - પ્રિયકાન્ત પરીખ
પ્રકાશક - નવભારત સાહિત્ય મંદિર
પ્રિયકાન્ત પરીખ એવાં લેખક કે જેમની લેખનશૈલી અને સચોટતા જોઇને, જાણીને બીજાં ઘણાંય લેખક એવીજ લેખનશૈલી ને સચોટતા લેખનમાં જળવાય એવુંજ ઈચ્છતા હોય છે.
સુગંધનો રંગ પુસ્તક વિશે- લાઇબ્રેરીમાં સાહિત્ય વિભાગમાં અમસ્તાં જ ફરતાં નજર જ્યારે આ પુસ્તક પર પડી તો થયું લાવ ! વાંચી લઇએ. વાંચનખંડમાં આવીને પ્રથમ પ્રકરણ વાંચ્યું પછી રસથી વાંચતો જ ગયો એક પછી એક પ્રકરણ.
પ્રત્યેક પ્રકરણ સમાજને કંઇક કહેવા સમજાવા માંગતું હોય એવી લાગણીથી મિશ્રિત, સતત અર્થસભરતા જળવાઇ રહે એવું છે.
આ પુસ્તકમાં ખાસ વાત કે જ્યારે એક પછી એક પ્રકરણ વાંચતો ગયો એમ એમ હજું એક હજું એક પ્રકરણ વાંચી લઉં એવું થયા કરે ને એટલે જ્યારે આખરનાં ત્રણ પ્રકરણ બાકી હતાં ને એમાં જ્યારે એક પ્રકરણ એવું પણ હતું,
જેમાં આખું પ્રકરણ વિતાન નામનાં પાત્ર પર કેન્દ્રિત હતું, હું જ્યારથી સમજણો થયો ત્યારથી લઇ આજ સુધીમાં મે મારું નામ જોયું હોય કે સાંભળ્યું હોય જીવનનો સૌપ્રથમ કિસ્સો જે આજે આ પુસ્તક વાંચતા થયો.
મારું નામ પણ મારા પપ્પાએ આવીજ કોઇ નવલકથા વાંચતા તેમાંથી જોઇને જ પાડ્યું હતું, અલબત્ત હું પણ વિચારતો હતો કે એ નવલકથા કઇ હશે !!
પણ આખરે એ પળ આજે આવી જેમાં મારું નામ જોઇને એક રીતે આનંદ થયો.
સાથે જ પ્રિયકાન્ત પરીખ જેમણે આટલી સુંદર રીતે વાર્તાઓ આલેખીને એમાં પાત્રોનાં નામ આપ્યા છે તે ખરેખર જોરદાર છે.
- વિતાન પરમારનાં સ્મરણમાંથી