માઇક્રોસોફ્ટ કંપનીમાં ગુજરાતી ભાષા નિષ્ણાત.
પત્રકાર, કોલમનિસ્ટ, નવલકથાકાર, નાટ્યલેખક, અનુવાદક અને બ્લોગર એવાં શિશિર રામાવત સાથે નવજીવન ટ્રસ્ટ કૅમ્પસ ખાતે મુલાકાત.
શિશિર રામાવત વિકિપિડીયાના ગુજરાતી પૃષ્ઠો સંખ્યા તેમજ ગુણવત્તાની દષ્ટિએ વધુને વધુ સમૃદ્ધ તેમજ વૈવિધ્યપૂર્ણ બને તે માટે યોગદાન આપી રહ્યા છે.
તેમણે માઇક્રોસોફ્ટ સંબંધિત ઘણાં વિકિ પૃષ્ઠોનું સર્જન કર્યું છે. વિકિપિડીયાનાં ગુજરાતી પૃષ્ઠો ભાષા અને વ્યાકરણની દષ્ટિએ ઉત્તરોત્તર સ્વચ્છ તેમજ આકર્ષક બનતાં જાય તે દિશામાં તેમણે કામ ચાલું રાખ્યું છે.
ઘણી કોલમો, નવલકથા, નાટ્યલેખો તેમણે લખી છે.
આવાં સ્વભાવે સરળ અને મિલનસાર શિશિર રામાવત સાથેની મુલાકાત આનંદદાયક રહી આભાર 💐