Skip to main content

સર્જકવંદના કાર્યક્રમ નવજીવન ટ્રસ્ટ ખાતે..


        ડાબેથી (વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર) 
                     મહેન્દ્રસિંહ પરમાર

કાર્યક્રમ વિશે :-

નવજીવન ટ્રસ્ટ કેમ્પસ ખાતે આજરોજ સર્જકવંદના (ઝવેરચંદ મેઘાણીની ભ્રમણકથાઓ) યોજાઇ હતી.
જેનાં વક્તા મહેન્દ્રસિંહ પરમાર (વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર) દ્વારા જાણીતા મેઘાણીની અજાણી વાતોની ગોષ્ઠી કરી હતી,
મેઘાણીની વાર્તાઓની બ્લુ-પ્રિંટ વિશે પણ જાણવા મળ્યું તથા સાહિત્યિક સ્થળો વિશે જાણીને ફરવા જવું જોઇએ એવું સૂચન વક્તા દ્વારા કરવામાં આવ્યું હતું જે ખરેખર સમજવાલાયક અને ફરવા જવુંજ જોઇએ એવું હતું.
નવજીવન ટ્રસ્ટ કેમ્પસનો આભાર આમંત્રણ બદલ..


છબી :- વિતાન પરમાર

Popular posts from this blog

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 💐

                 ફોટો સૌજન્ય - રણમલ સિંધવ ૨૪, ઓગસ્ટ ૨૦૨૨ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિવર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી ભાષાની આન, બાન અને શાન રૂપે ઉજવાય છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કવિ નર્મદે 'મારી હકીકત' લખી હતી. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે. મારા ગુજરાતી ભાષા અંગેના મત.... આજના સમયમાં ગુજરાતી ભાષાના મહત્વ અંગે જાત જાત ના લેખો જોવા મળે છે, ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા કરતા ઓછું મહત્વ આપવામાં આવે છે પણ ભાષા કોઇ પણ હોય એનું અનેરુ મહત્વ હોય જ છે બસ સમજવાની જરૂર છે કે આપણે બધીજ ભાષાઓને સમાન મહત્વ આપવું ઘટે. વાત કરું ગુજરાતી ભાષાની તો મારી સૌથી ગમતી અને પ્રિય ભાષામાં ગુજરાતી છે, મને ક્યારેય એવું થયું નથી કે હું અંગ્રેજી શીખું કેમ કે મારે તો હજું ગુજરાતી ભાષાને સૌથી નજીકથી જોવાની ભણવાની પણ બાકી છે. મારી બોલી ગુજરાતી છે બાર ગાઉ બોલી બદલાય એમ ગુજરાતમાં પ્રદેશ બદલાય એમ ગુજરાતી ભાષાની બોલવાની ઢબ પણ બદલાય છે. હું સાબરકાંઠાથી આવું છું તો ત્યાંની બોલી તરત જ ઓળખાય જાય ક્યાંક ગયા હોઇએ ને ક...

at Media House

                  With Classmates..                         Me with WE..

સાહિત્ય જલસો

                            મારો વાંચનપ્રેમ