પુસ્તક- પારીજાત
લેખક- દેવેન્દ્ર પટેલ
પ્રકાશક- નવભારત સાહિત્ય મંદિર
વાત છે પારીજાત પુસ્તકની જે 'કભી કભી' શ્રેણીની સત્યઘટનાઓની કટાર રહી છે.
અહીં વાત એમ છે કે કેટલીક વાર સત્યઘટનાઓ કાલ્પનિક વાતો કરતાં પણ વધુ વિચિત્ર હોય છે. કોઈક કદી એમ પણ વિચારે કે શું આમ હોઇ શકે?
હવે મુળ પુસ્તકની વાત એવી છે કે 'ગુજરાત સમાચાર' માં પ્રગટ થયેલી "કભી કભી" દેવેન્દ્ર પટેલ લિખિત કટારની પસંદગીની શૃંખલાઓ પુસ્તકરૂપે પ્રગટ થયેલી છે અને વાંચવાની ઈચ્છા પુર્ણ થઇ એનો આનંદ.
પ્રથમ શ્રેણીથી જેમ જેમ આગળ વાંચતા જઇએ તેમ તેમ રહસ્ય, રોમાંચ અને હવે શું થશેની મિશ્રિત લાગણીઓ એકસામટાં પુરની માફક મગજ પર દોડવા લાગે છે.
ઓછાવત્તા અંશે સાંભળવા કે જોવા મળતી કહાની જે સ્પષ્ટ અને સરળ શૈલીથી લખાઇ છે તે માટે લેખકને દાદ દેવી પડે.
ચોરી, હત્યા, લૂંટ વિથ મર્ડર, હતાશા, ચમક દમક, ક્રાઇમ સિન્ડિકેટ્સ, પ્રેમ પ્રપંચ અને સંબંધોને લજવે એવી સામાજિક ઘટનાઓને ભીંજવી દેતી શૈલીથી આલેખાયેલી આ પુસ્તક એકવાર વાંચવા બેસો એટલે પતાવે જ છુટકો.
ગંભીર ઘટનાઓ પણ લેખનશૈલી સરળ અને સાદગીથી આ પુસ્તક વધારે રસિક અને વાંચવાલાયક બનાવે છે.
પારીજાત પુસ્તક લેખકનાં સ્વભાવમાંની નિખાલસતા અને વાણીમાંની વાકસ્પષ્ટતા તેમના લેખનને માનવમનની ગહેરાઇને સમજવાનો નવો જ અભિગમ આપે છે.
"Facts Are Stranger Than Fiction"
જે રીતે સામાજિક વિષય પર સાંપ્રતમાં થતાં અત્યાચાર, ગુના અને પ્રપંચ આ પુસ્તકમાં આલેખાયાં છે કે તે જોતાં એકવાર વિચાર આવીજ જાય કે આપણી આસપાસ આવી ઘટનાઓ પણ થતી હશે !!
આ સાથેજ સહેજેય અતિશયોક્તિ વિના કહી શકાય કે દેવેન્દ્ર પટેલને વાંચવાનું અને સાંભળવાનું ખુશકિસ્મત જેવું ખુશગવાર છે.
( અમુક અંશ પુસ્તકમાંના છે )
સાભાર આનંદ
-વિતાન પરમાર