Skip to main content

Posts

Showing posts from May, 2022

ધૂળયે મારગ ચાલ...

છબી:- વિતાન પરમાર માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ; નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળયે મારગ ચાલ. - મકરંદ દવે

Some Magnificene View of Sunset..🌄

Pic Credit:- Suraj Parmar ©

વાંચવાલાયક પુસ્તકયાદી..📚📚

ઓતરાતી દીવાલો - કાકાસાહેબ કાલેલકર કરણ ઘેલો - નંદશંકર તુળજાશંકર મહેતા કલાપીનો કેકારવ - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ                               'કલાપી' કાન્હદડે પ્રબંધ - કવિ પદ્મનાભ બાંધ ગઠરિયા ૧-૨ - ચંન્દ્રવદન ચી. મહેતા ગાતા આસોપાલવ - ઝીણાભાઇ રતનજી દેસાઇ                                       'સ્નેહરશ્મિ' ગુજરાતનો નાથ - કનૈયાલાલ મુનશી છિન્નપત્ર - સુરેશ હ. જોશી જનમટીપ - ઇશ્વરભાઇ પેટલીકર ઝેર તો પીધાં છે જાણી જાણી - મનુભાઇ પંચોળી 'દર્શક' તણખા ૧-૪ - ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ' થોડાં આંસુ, થોડા ફૂલ - જયશંકર ભોજક                                'જયશંકર સુંદરી' દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય દલપત કાવ્ય - દલપતરામ દાર્શનિકા - અરદેશર ખબરદાર દિવાસ્વપ્ન - ગિજુભાઇ બધેકા દ્રિરેફની વાતો - રા. વિ. પાઠક 'દ્રિરેફ' 'સ્વૈરવિહારી' 'શેષ' ધરાગુર્જરી - ચંન્દ્રવદન ...

મારા યાદગાર પ્રવાસ....

સાંચોર / બાડમેર / રણુંજા / જેસલમેર / જોધપુર / સુંધામાતા / (રાજસ્થાન) ૨૦૧૨ અંબાજી / ડીસા / માઉન્ટ આબૂ ૨૦૧૩ પાટણ / સુરેન્દ્રનગર / રાજકોટ / જામનગર / ઓખા / દ્વારકા / પોરબંદર / જૂનાગઢ / મેંદરડા / વંથલી / હર્ષદ / અમરેલી / તુલસીશ્યામ / દીવ / વેરાવળ / વઘાઇ / સાપુતારા / ચીખલી / નવસારી / સુરત / આણંદ / ડાકોર / નડીયાદ / અમદાવાદ / ખેરાલુ (ડભાડ) / પાલનપુર ૨૦૧૪ હરિદ્વાર / ઋષિકેશ / સહસ્ત્રધારા / દહેરાદૂન (ઉત્તરાખંડ) ૨૦૧૫ દિલ્હી ૨૦૧૫ જયપુર / અજમેર / પુષ્કર (રાજસ્થાન) ૨૦૧૫ બાલારામ / વિશ્વેશ્વર / જૈસોર અભયારણ્ય (બનાસકાંઠા) ૨૦૧૬ વલસાડ / ઉમરગામ / ભીલાડ / સેલવાસ (દક્ષિણ ગુજરાત) ૨૦૧૭ મુંબઇ (મહારાષ્ટ્ર) ૨૦૧૭ જામનગર / જૂનાગઢ / સોમનાથ / ચોટીલા (સૌરાષ્ટ્ર) ૨૦૧૮ શ્રીનાથદ્વારા / ઉદયપુર (રાજસ્થાન) ૨૦૧૮ મુંબઇ (મહારાષ્ટ્ર) ૨૦૧૮ ઉજ્જૈન / ઇંદોર / ઓમકારેશ્વર / ધાર જિલ્લો / માંડૂ (જહાજ મહેલ) / મહેશ્વર (મધ્યપ્રદેશ) ૨૦૧૯ માઉન્ટ આબૂ / ઈડર / સાબલી રામાયણ ૨૦૨૦ બેંગલોર (કર્ણાટક) ૨૦૨૧ મુંબઇ / પુણે / વિરાર (મહારાષ્ટ્ર) ૨૦૨૧ દાહોદ / સંજેલી / ગોધરા (ગુજરાત) ૨૦૨૧ માઉન્ટ આબૂ / ઇડર / વડાલી / આણંદ / નડીયાદ અમદાવાદ / આણંદ / નડીયાદ ...

વિશ્વ ચા દિવસની શુભેચ્છા...💐☕

              પ્રખ્યાત ખાડિયા, ઇન્કમટેક્ષ સવારે ઉઠતાં સાથેજ જેની યાદ આવે એ કદાચ પ્રિયતમા કરતાં વધારે ચા હોય શકે છે, ચા એક પીણાં કરતા વધારે એક લાગણી છે. પણ ખરેખર "ચા" વગરનો દિવસ ક્યારેય દિવસ નથી હોતો. સવારે ચા પીધા વગરનો દિવસ કોરોધાકોર લાગતો હોય છે, એ ચા પ્રત્યેની અપારતા દર્શાવે છે કે તારા વગર નહી ચાલે યાર "ચા". દર ચાર રસ્તે, ખૂણે ખાંચરે આપણને કોઇ ને કોઇ ચાની લારી જોવા મળશે જ અને એજ તો રસ્તાની ઓળખ હોય છે, કેટલીય અલકમલકની વાતો આજુબાજુ થતી હોય ને સાથે ચાની ચુસકીઓ સુરરરરરર સુરરરરર કરતી લેવાતી હોય ખરેખર, આ કેવી અદભૂત પ્રકારની લાગણી છે. ચા સંબંધોની પણ સાક્ષી છે, અમારે ત્યાં સગાઇ કરવા ઉભાઉભી ચા પી લીધી સામસામે એટલે સમજો સગાઇના ગોળધાણાં ખવાય ગયા છેને જબ્બરદસ્ત... તો ઘણી મિત્રતા ચા થી શરુ જ થતી હોય છે..               લકી રેસ્ટોરેન્ટ, અમદાવાદ તો ઘણી મિત્રતા ચા થી શરુ જ થતી હોય છે.. ચા વિશે આમ લખવા જાઉં તો ઘણું લખી શકાય એમ છે પણ આટલેથી વિરમું છું. આખરે ચા છે તો એક લાગણી, જેના થકી દિવસની શરૂઆત ...

Dinner With Dear's

    ( પત્રકારત્વ અધ્યક્ષ દંપતિ સાથે યાદગાર છબી ) ડૉ. અશ્વિનકુમાર અને ડૉ. સોનલ પંડ્યા સાથે, બંને અધ્યક્ષ દંપતી અનુક્રમે પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી. બંને સાથે મારો બહુ ટૂંકો આછો પરીચય પણ સંબંધ નીકટનો કહી શકાય એવો પ્રેમાળ ને સ્નેહથી ભરેલો. આ અધ્યક્ષ દંપતિ દર સાલ વિદ્યાર્થીઓને આ રીતે અંતિમ વર્ષનાં વિદાય લેતાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા ડિનરનું આયોજન છેલ્લા ૨૦ વર્ષથી અચૂક કરતા આવે છે, બધાંજ વિદ્યાર્થીમિત્રો સાથે બંને પ્રાધ્યાપક ઢગલોબંધ વાતો-સ્મૃતિઓ વાગોળતા ડિનરનો આનંદ ઉઠાવે, આનંદની છોળો ઉડતી ઉડતી સમય ક્યાં પસાર થઇ જાય એની જાણ જ નથી રહેતી. બંને પ્રાધ્યાપકે વિદ્યાર્થીમિત્રોને આવનાર સમય કારર્કિદી વિશે અભિનંદન પાઠવ્યા હતા તથા ઉત્તરોત્તર પ્રગતિ સર કરીએ એવી શુભેચ્છા પાઠવી હતી. અને અંતે ભારે મને પ્રાધ્યાપક તથા વિદ્યાર્થીઓએ ભારે મન વિદાય લીધી હતી. વર્ષ ૨૦૧૮ માં પત્રકારત્વ વિભાગ, ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું જ્યાં સોનલ મેમ જોડે ભણવાનું થયું, એમની ભણાવાની રીત જે પત્રકારત્વમાં બહુંજ જરુરી હોય છે એવી કે કોઇ એક વિષય પર ભાર ના આપતાં બધાંજ વિષયોને...

સ્નેહીજનો સાથે...!!!

પરીવારશ્રેષ્ઠી અને વડીલમુરબ્બીઓ સાથે હળવાશની પળો..                            ઘણાં સમય પછી વડીલમુરબ્બીઓ સાથે આ રીતે બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રસંગોપાત મળવાનું થતું હોય છે, પણ જાણે વર્ષોથી રોજ મળતા હોય એવી લાગણી અનુભવાય એનું નામ સગાં.. આપણા પપ્પાનાં નામથી આપણી ઓળખાણ થાય કે આતો આનો દીકરો, એનાથી વિશેષ શું આનંદ હોય !!!! લિ. વિતાન પરમાર સ્થળ:- જૂના ચામું તાલુકો:- વડાલી જિલ્લો:- સાબરકાંઠા

એક ફ્રેમમાં ઘણાં પ્રેમાળ ચહેરાઓ !!!!

પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠનાં પ્રાધ્યાપક સ્ટાફ સાથે વર્ષ-૧,૨ નાં વિદ્યાર્થીમિત્રો       પત્રકારત્વ વિભાગનાં સીઆર સાથે મિત્રો                 પ્રિય ચહેરાઓ એક ફ્રેમમાં ગૂજરાત વિદ્યાપીઠ, પત્રકારત્વ વિભાગ વર્ષ-૨ નાં વિદ્યાર્થીઓની વિદાય ક્ષણ.. શરૂઆતી મોડમાં ઓનલાઇન થી આખરી મોડમાં ઓફલાઇન મળેલા પ્રિય મિત્રો.. લૅક્ચર, પરીક્ષા, અસાઇનમેન્ટ, મહાશોધનિબંધ અને આખરે વિદાય સુધી સતત એકબીજા સાથે સંકળાયેલા મારા પરમમિત્રો સાથેનાં લાગણીસભર પળ.. બહું ઓછો સમય એકબીજા સાથે ગાળવા મળ્યો પણ જે મળ્યો એ કંઇ કમ તો નથી જ, આટલા ઓછા સમયમાં આટલી આત્મીયતા, આટલો સ્નેહ જોઇને ગદગદ થઇ જવાયું એ કહેતા કે આ છેલ્લો દિવસ હતો અભ્યાસનો.. અભ્યાસ દરમ્યાન કરેલી મજાક-મસ્તી, વાતો, કેન્ટીનનાં ચા-નાસ્તાની જયાફત હંમેશા યાદ રહેશે.. સાથેજ ત્રણેય પ્રાધ્યાપકશ્રીઓનો સ્નેહ અને પ્રેમ આજીવન યાદ રહેશે, જીવનમાં આગળ વધવા હંમેશા પ્રેરિત કરતો રહેશે.. વિદાય હંમેશા વસમી નથીજ હોતી કોઇક વાર પ્રેમભરી અને ઢગલોબંધ સ્મૃતિની ગીફ્ટ પણ હોય છે.. આવી જ ઢગલોબ...

गुलशन की गलियों से कलियों से सुनिए आवाज़ ये आई आप आए बहार आए ।

જેવું નામ‌ એવો જ સ્વભાવ એટલે ડો. વિનોદ પાંડે સર.. વિનોદ નો અર્થ આનંદ થતો હોય છે એટલે અમારા પત્રકારત્વ વિભાગનાં પૂર્વ વિભાગીય અધ્યક્ષ અને પ્રાધ્યાપક નો સ્વભાવ સદાય હસતો અને મૃદુ.. મને યાદ છે ત્યાં સુધી વિનોદ સરે આજ સુધી કોઇ પણ વાતે ઉંચા અવાજે વાત સુધ્ધાં નહી કરી હોય સદાય કોઇ પણ મુદ્દો હોય અમને ઊંડાણપૂર્વક સમજણ આપી છે, ખાસ કરીને એમનાં બહોળા અનુભવનો એમને હંમેશા અમને લાભ આપ્યો એ બદલ એમના આભારી છીએ. ટૂંક માં સરળ, મૃદુ અને હંમેશા વિદ્યાર્થીઓમાં પ્રિય એવા પાંડે સર ના હુલામણા નામે ઓળખાતા સરને વયનિવૃત્તિ થતાં ભાવભરી લાગણીમય વિદાય અર્પિત. આપની આગળની સફર નિરંતર પ્રગતિમય ને સ્વસ્થ બની રહે એવી દિલથી પ્રાર્થના લાગણી હેત સ્નેહ..