( પત્રકારત્વ અધ્યક્ષ દંપતિ સાથે યાદગાર છબી )
ડૉ. અશ્વિનકુમાર અને ડૉ. સોનલ પંડ્યા સાથે, બંને અધ્યક્ષ દંપતી અનુક્રમે પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી.
બંને સાથે મારો બહુ ટૂંકો આછો પરીચય પણ સંબંધ નીકટનો કહી શકાય એવો પ્રેમાળ ને સ્નેહથી ભરેલો.
આ અધ્યક્ષ દંપતિ દર સાલ વિદ્યાર્થીઓને આ રીતે અંતિમ વર્ષનાં વિદાય લેતાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા ડિનરનું આયોજન છેલ્લા ૨૦ વર્ષથી અચૂક કરતા આવે છે, બધાંજ વિદ્યાર્થીમિત્રો સાથે બંને પ્રાધ્યાપક ઢગલોબંધ વાતો-સ્મૃતિઓ વાગોળતા ડિનરનો આનંદ ઉઠાવે, આનંદની છોળો ઉડતી ઉડતી સમય ક્યાં પસાર થઇ જાય એની જાણ જ નથી રહેતી.
બંને પ્રાધ્યાપકે વિદ્યાર્થીમિત્રોને આવનાર સમય કારર્કિદી વિશે અભિનંદન પાઠવ્યા હતા તથા ઉત્તરોત્તર પ્રગતિ સર કરીએ એવી શુભેચ્છા પાઠવી હતી.
અને અંતે ભારે મને પ્રાધ્યાપક તથા વિદ્યાર્થીઓએ ભારે મન વિદાય લીધી હતી.
વર્ષ ૨૦૧૮ માં પત્રકારત્વ વિભાગ, ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું જ્યાં સોનલ મેમ જોડે ભણવાનું થયું, એમની ભણાવાની રીત જે પત્રકારત્વમાં બહુંજ જરુરી હોય છે એવી કે કોઇ એક વિષય પર ભાર ના આપતાં બધાંજ વિષયોને આવરી લઇ ઉદાહરણ સમેત સમજાવતાં જેથી સમજવામાં સરળતા રહેતી,
જ્યારે પણ એમને જોઇએ હંમેશા મુખ પર આછું આછું સ્મિત ફરકતું જ હોય, સ્વભાવે સરળ ને હંમેશા વિદ્યાર્થીઓમાં પ્રિય એવાં સોનલ પંડ્યા મેમને મળીને ઘણોજ આનંદ થયેલો આવી લાગણીસભર મુલાકાત બદલ સ્નેહ..
વર્ષ ૨૦૨૦ માં ફરી પત્રકારત્વમાં એડમિશન લીધું ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે, કેમ કે ગુજરાત યુનિવર્સિટી ખાતેથી અગમ્ય કારણોસર એડમિશન મે જાતે રદ કરાવેલું.
ગૂજરાત વિદ્યાપીઠ માં એડમિશન લીધા બાદ દોઢ વર્ષ જેવું ઓનલાઇન ભણ્યા બાદ ઓફલાઇન શિક્ષણ ચાલું થયેથી છેલ્લા ચારેક માસ નિયમિત મળવાનું થયું હશે ડૉ. અશ્વિનકુમારને.
વર્ગ હોય, સેમિનાર હોય કે ફંક્શન સરને મળવાનું થાય એટલે એકાદ કલાક તો વાતો થાય જ અમારે,
અમદાવાદમાં કોઇ ફંક્શન હોય પત્રકારત્વનું કે પેનલ ડિક્સશન સરે હંમેશા આમંત્રણ મોકલીને અમને સદાય પ્રેરિત કર્યા છે ફિલ્ડમાં ફરવાથી લઇ શીખવા સુધી.
સરે હંમેશા ભણાવા સાથે સાયન્સ ને ટેક્નોલોજીને પણ મહત્વ આપી બંને અભિગમથી ભણાવાનો પ્રયાસ કર્યો છે જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ ટેક્નોલોજી ને આદ્યુનિક માધ્યમોથી પરિચિત થયા છે..
અત્યારે જે કંઇ લખી રહ્યો છું લખતા શીખ્યો છું એ પણ ડૉ. અશ્વિનકુમારને આભારી છે એમના દ્વારા જ બ્લોગ અને ખાસ તો ગુજરાતી ભાષાની મહત્વતા સમજી શક્યો છું બદલ આભારી રહીશ સર આપનો..
આપની લાગણી બદલ ખૂબ ખૂબ આભાર..
છબી તારીખ ૦૫/૦૫/૨૦૨૨ નાં રોજની છે સમય મર્યાદાનાં અભાવને કારણે આજે લખવા સાથે પોસ્ટ મુકી છે.
- વિતાન પરમારનાં સ્મરણમાંથી