પ્રખ્યાત ખાડિયા, ઇન્કમટેક્ષ
સવારે ઉઠતાં સાથેજ જેની યાદ આવે એ કદાચ પ્રિયતમા કરતાં વધારે ચા હોય શકે છે,
ચા એક પીણાં કરતા વધારે એક લાગણી છે.
પણ ખરેખર "ચા" વગરનો દિવસ ક્યારેય દિવસ નથી હોતો.
સવારે ચા પીધા વગરનો દિવસ કોરોધાકોર લાગતો હોય છે, એ ચા પ્રત્યેની અપારતા દર્શાવે છે કે તારા વગર નહી ચાલે યાર "ચા".
દર ચાર રસ્તે, ખૂણે ખાંચરે આપણને કોઇ ને કોઇ ચાની લારી જોવા મળશે જ અને એજ તો રસ્તાની ઓળખ હોય છે, કેટલીય અલકમલકની વાતો આજુબાજુ થતી હોય ને સાથે ચાની ચુસકીઓ સુરરરરરર સુરરરરર કરતી લેવાતી હોય ખરેખર, આ કેવી અદભૂત પ્રકારની લાગણી છે.
ચા સંબંધોની પણ સાક્ષી છે, અમારે ત્યાં સગાઇ કરવા ઉભાઉભી ચા પી લીધી સામસામે એટલે સમજો સગાઇના ગોળધાણાં ખવાય ગયા છેને જબ્બરદસ્ત...
તો ઘણી મિત્રતા ચા થી શરુ જ થતી હોય છે..
તો ઘણી મિત્રતા ચા થી શરુ જ થતી હોય છે..
ચા વિશે આમ લખવા જાઉં તો ઘણું લખી શકાય એમ છે પણ આટલેથી વિરમું છું.
આખરે ચા છે તો એક લાગણી, જેના થકી દિવસની શરૂઆત થાય છે, ઘણાં સંબંધોની શરૂઆત થાય છે..
આઇ લવ ચા નહી કહું પણ હા એટલું જરૂર કહીશ મારી નસેનસ માં ચા પ્રત્યેનો પ્રેમ જરૂર વહે છે.
ચા એક અહેસાસ છે, જે બહું ખાસ છે.
સૌને શુભેચ્છા...આભાર
છબી:- વિતાન પરમાર
લિ. વિતાન પરમારનાં સ્મરણ