ગૂજરાત વિદ્યાપીઠ, પત્રકારત્વ વિભાગ વર્ષ-૨ નાં વિદ્યાર્થીઓની વિદાય ક્ષણ..
શરૂઆતી મોડમાં ઓનલાઇન થી આખરી મોડમાં ઓફલાઇન મળેલા પ્રિય મિત્રો..
લૅક્ચર, પરીક્ષા, અસાઇનમેન્ટ, મહાશોધનિબંધ અને આખરે વિદાય સુધી સતત એકબીજા સાથે સંકળાયેલા મારા પરમમિત્રો સાથેનાં લાગણીસભર પળ..
બહું ઓછો સમય એકબીજા સાથે ગાળવા મળ્યો પણ જે મળ્યો એ કંઇ કમ તો નથી જ, આટલા ઓછા સમયમાં આટલી આત્મીયતા, આટલો સ્નેહ જોઇને ગદગદ થઇ જવાયું એ કહેતા કે આ છેલ્લો દિવસ હતો અભ્યાસનો..
અભ્યાસ દરમ્યાન કરેલી મજાક-મસ્તી, વાતો, કેન્ટીનનાં ચા-નાસ્તાની જયાફત હંમેશા યાદ રહેશે..
સાથેજ ત્રણેય પ્રાધ્યાપકશ્રીઓનો સ્નેહ અને પ્રેમ આજીવન યાદ રહેશે, જીવનમાં આગળ વધવા હંમેશા પ્રેરિત કરતો રહેશે..
વિદાય હંમેશા વસમી નથીજ હોતી કોઇક વાર પ્રેમભરી અને ઢગલોબંધ સ્મૃતિની ગીફ્ટ પણ હોય છે..
આવી જ ઢગલોબંધ લાગણીભરેલી યાદો આપવા માટે હું બધાંજ મિત્રોનો આભારી છું..
આપના પ્રેમ અને સ્નેહ માટે આભાર..
ખૂબ પ્રગતિ કરો આગળ વધો એવી મહેચ્છા સાથે સાભાર..લાગણી..
સ્થળ- ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
લિ. વિતાન પરમારનાં સંસ્મરણમાંથી