જેવું નામ એવો જ સ્વભાવ એટલે ડો. વિનોદ પાંડે સર..
વિનોદ નો અર્થ આનંદ થતો હોય છે એટલે અમારા પત્રકારત્વ વિભાગનાં પૂર્વ વિભાગીય અધ્યક્ષ અને પ્રાધ્યાપક નો સ્વભાવ સદાય હસતો અને મૃદુ..
મને યાદ છે ત્યાં સુધી વિનોદ સરે આજ સુધી કોઇ પણ વાતે ઉંચા અવાજે વાત સુધ્ધાં નહી કરી હોય સદાય કોઇ પણ મુદ્દો હોય અમને ઊંડાણપૂર્વક સમજણ આપી છે,
ખાસ કરીને એમનાં બહોળા અનુભવનો એમને હંમેશા અમને લાભ આપ્યો એ બદલ એમના આભારી છીએ.
ટૂંક માં સરળ, મૃદુ અને હંમેશા વિદ્યાર્થીઓમાં પ્રિય એવા પાંડે સર ના હુલામણા નામે ઓળખાતા સરને વયનિવૃત્તિ થતાં ભાવભરી લાગણીમય વિદાય અર્પિત.
આપની આગળની સફર નિરંતર પ્રગતિમય ને સ્વસ્થ બની રહે એવી દિલથી પ્રાર્થના લાગણી હેત સ્નેહ..