તસવીરમાં ડાબેથી મિત્ર હિમાંશુ ઉર્ફ 'હમરાઝ' પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, ગૂજરાત વિદ્યાપીઠમાં ઓનલાઇન પ્રક્રિયાથી એડમિશન લીધેલાનું પ્રથમ સત્ર નવેમ્બર ૨૦૨૦. કોરોનાનો પ્રકોપ ચાલું. એટલે કોઇને મળવાનું પણ ના થયેલું, નાતો ગૂજરાત વિદ્યાપીઠ જવાનું થયેલું. પ્રથમ દિવસ અધ્યાપકો દ્વારા એકબીજાનાં નામ-ઠામને પરિચયમાં ગુજારવામાં આયો ત્યારે કોણ ક્યાંથી છે શું ભણેલા છે વગેરે વગેરે જાણેલું. પછી રોજિંદા અભ્યાસનાં ભાગરૂપે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો એમાં ગૂગલ મીટ એપ્સની લિંકથી જોડાઇને બધા વિદ્યાર્થીઓ એકસાથે ઓનલાઇન વર્ગ ભરતા હતા, એટલે એમાં બધાના ચહેરાનો પરિચય થયો ફોનનાં કેમેરાથી. પછી સમય જતાં બધાએ સાથે મળીને વિદ્યાર્થીઓનું એક વ્હૉટ્સએપ ગૃપ બનાવેલું જેમાં ભણવા સાથેની ચર્ચા કરવી એવો નિયમ અખત્યાર કરવામાં આવેલો પછી ફોન નંબરોની આપ-લે થઇ, આમાં પોતાના વિસ્તાર પ્રમાણે અને પોતાને ફાવે એવા વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો બનાવ્યા હશે જે સાધારણ વાત હતી. એ વખતે હિમાંશુ સાથે મારે કહેવાય કે કહેવા પૂરતો પણ સંપર્ક નહીં હોય. ભાગ્યેજ કોઇક વાર કંઇક પ્રશ્ન ઉદભવ્યો હોય તો મેસેજ કરીને વાત કરી હશે મેં, પછી ...
Welcome To My Blog