Skip to main content

Great Indian Lyricist - Sameer Anjan

         Photo - google.com/india.com



સમીર અંજાન નામથી પરિચિત ઘણાં નહી હોય પણ એમના લખેલા ગીતો જો ના સાંભળ્યા હોય એવાં લોકો બહુંજ ઓછા મળશે.
પોતાની કારર્કિદી દરમ્યાન ૬૫૦ થી વધારે ફિલ્મોમાં ૪૦૦૦ ઉપરાંત ગીતો લખીને એમણે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, આવા ગીતકાર વિશે થોડીક વાતો જાણવા જેવી.

૧૯૮૩ થી પોતાની કારર્કિદીની શરૂઆત કરનાર સમીરજી ને આમ તો મૂળ ઓળખ ૧૯૯૦માં આવેલી આશિકી ફિલ્મથી મળી, આ ફિલ્મ બોક્સઓફિસ પર તો તગડી સાબિત થઇ સાથે સાથે આ ફિલ્મનાં ગીતોએ એ સમયે જબ્બરદસ્ત જાદૂ ફેલાવેલો જે આજદિન સુધી એટલે કે ૩૧ વર્ષ પછી પણ ઓસર્યો નથી.
આ ફિલ્મનાં ગીતોએ ગીતકાર, સંગીતકાર, અભિનેતા અને ગાયક કલાકાર માટે માઇલસ્ટોન સાબિત થયેલા.
તથા કોઇ આલ્બમમાંથી ફિલ્મ બની હોય એવી પણ પ્રથમ ફિલ્મ આશિકી છે.
એક વાત છે સમીરજીમાં કે એમણે લખેલા ગીતો એમણે જે રીતે લખ્યા છે એ જોતાં મને એવું લાગે કે આવું લખતા એનો વિચાર કંઇ રીતે પ્રગટ થતો હશે, ગાયક કલાકાર પોતાનો અવાજ આપે છે એ સાચું પણ જેને ગીત લખ્યું છે એમને આવું ગીત લખવાનો વિચાર, શબ્દો તથા લાઇન લખે છે એ ખરેખર જાદુઇ છે જ.

૧૯૯૦ થી એમની સફર જે રીતે આગળ વધતી ગઇ કે મોટાભાગના ફિલ્મોનાં ગીતકાર સમીર અંજાન જ હતા, જેમાં ધડકન, સાજન, ફુલ ઔર કાંટે, આશિકી, આપ કા સુરુર વગેરે નો સમાવેશ થાય છે.
એમના યોગદાનનો કોઇ જોડ નથી.
ખરી વાત હવે કરીએ તો....

કપિલ શર્માનાં શોમાં આશિકી (૧૯૯૦) ફિલ્મનાં ૩૦ વર્ષ પૂર્ણ થયેથી એક એપિસોડ ખાસ રાખવામાં આવેલો હતો જેમાં સ્ટારકાસ્ટ (રાહુલ રોય, અનુ, દિપક તિજોરી) ગાયક કલાકાર ( કુમાર સાનુ ) અને ગીતકાર ( સમીર અંજાન ) હાજર હતા. તેમાં થયેલી વાત મુજબ આ ફિલ્મ પહેલાં એક ગીત આલ્બમ હતું, મહેશ ભટ્ટ દિગ્દદર્શક હતાં એમણે જ રાહુલ રોય અને અનુને આ આલ્બમમાં કામ કરવા મનાવેલા, સમજાવેલા પછી આ આલ્બમનાં ગીતોને શુટ થયેથી તેમને એક વિચાર આવ્યો કે કેમ આ આલ્બમને ફિલ્મ બનાવીએ તો ?
સવાલ પ્રોડ્યુસર મળવાનો હતો તો એ વખતે ટી સિરિઝનાં કર્તાહર્તા ગુલશન કુમારને તેઓ મળ્યા હતાં અને આ ફિલ્મ બનાવાની વાત એમનાં કાને નાખી હતી, તો જવાબમાં ગુલશન કુમારે એવું કહ્યું કે કેવી વાત કરો છો ?? આવું થતું હોય ??
પણ આતો મહેશ ભટ્ટ હતા ટિપિકલી.... એ જે વિચારે એ પછી કરીને જ જંપે.
તો પછી ગુલશન કુમારને એમણે બહું સમજાવેલા મનાવેલા ને એકવાર તો કહ્યું પણ ખરા કે એકવાર કમાલ જોવો આ ફિલ્મની ઇતિહાસમાં બહુંજ ચાલશે પણ ગુલશન કુમારને ગળે વાત નહોતી ઉતરતી કે એક તો આલ્બમમાંથી ફિલ્મ બનાવાની ને એમાં પણ આતો સાવ નવા ચહેરા અભિનેતા-અભિનેત્રી તો ચાલશે નહી પણ બહું ખરાબ રીતે ફેંકાઇ જશે !!!!
પછી મહેશ ભટ્ટે કહેલું કે એક કોરા કાગળ પર હું તમને હસ્તાક્ષર કરીને આપું છું એમાં તમને જે મનફાવે લખી દેજો, જો ફિલ્મ ના ચાલી તો હું દિગ્દદર્શન કરવાનું છોડી દઇશ ને આખરમાં ગુલશન કુમાર તૈયાર થયેલા ને ફિલ્મ બની.
એ સમયમાં આ આશિકી ફિલ્મ એટલી ચાલી એટલી ચાલી ને એના ગીતો એટલા લોકોએ વખાણ્યાં કે રીતસર ટંકશાળ પડી ને સિનેમાંના પડદા પર પ્રેક્ષકો સિક્કા નાંખતા, આવું પ્રથમ વાર થયેલું.
આ ફિલ્મ એ સમયમાં ફિલ્મી રસિયાઓ માટે જબ્બરદસ્ત સાબિત થઇ ને સાથેજ ફિલ્મ સાથે જોડાયેલા સ્ટારકાસ્ટ, ગાયક કલાકાર ને ગીતકારને એક અલગ ઓળખ મળી.
ફિલ્મની સ્ટોરી અને ખાસમખાસ તો ગીતોએ જે રાડ મચાવેલી જે આજદિન સુધી ચાલે છે‌.
ગીતો હજું પણ વન સાઇડ ચાલે જ જાય છે.
સમીર અંજાને લખેલા ગીતોએ વંટોળ ઊભો કરી દીધો હતો. નદીમ શ્રવણ બેલડીનું સંગીત ને કુમાર સાનુ- અનુરાધા પોંડવાલનાં અવાજે લોકોને દીવાના બનાવી દીધા હતાં.

👇 ગીતોની લિંક
 સૌજન્ય - યુટ્યૂબ

આશિકી ફિલ્મ પછી અભિનેતા ને અભિનેત્રી પાસે ફિલ્મ નિર્માતાઓની રીતસર લાઇનો લાગી હતી, આટલા પ્રમાણમાં પ્રેક્ષકોનો પ્રેમ મળવો બહુંજ મોટી બાબત હતી, ને સાથે જ કુમાર સાનુએ ગીતોમાં જે અવાજ આપ્યો હતો બસ એ દિવસથી કુમાર સાનુને પાછું વળીને નથી જોવું પડ્યું.
આવો પ્રચંડ પ્રેમ ને ફિલ્મ સુપર ડુપર હિટ જવાથી મહેશ ભટ્ટે પોતાની ઓળખ ફરીથી આપી કે એમની નજર ક્યારેય ખોટી સાબિત નથી થઇ.

મૂળ વાત પર આવીએ તો ૯૦' નાં દશકમાં મેં જ્યારે ગીતો સાંભળેલાં ત્યારે સરસ કર્ણપ્રિય અવાજ ને સુમધૂર સંગીત સાથે જે મજા આવતી ગીતો સાંભળવાની જેની કોઇ વાત નથી, પણ થતું આ ગીત આટલું મસ્ત છે તો આને જેણે લખ્યું હશે એમને ક્રેડિટ આપવી ઘટે કે આટલું સરસ ગીત લખ્યું જેનો વિચાર માત્ર અદભૂત છે.
સમીર અંજાન કહે છે કે ગીત લખવા વિચાર નથી આવતો બસ લખાઇ જાય છે જે ખરેખર વિચારવાલાયક વાત છે, એમનો એક કિસ્સો ટાંકતા કહે છે કે એકવાર ઘરે બેઠો હતો ફિલ્મ (સાજન) માધુરી દિક્ષિત, સલમાનખાન, સંજય દત્ત અભિનિત માટે ગીત લખવાનું હતું એટલામાં એમનાં પત્ની એમની માટે ચા લઇને આવ્યા ને સમીરજીએ એમની આંખોમાં જોયું ને બસ પછી ગીત લખાઇ ગયું જે હતું " દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર " બોલો છે ને ગજબ.
બસ આજ રીત હતી એમની ગીત લખવાની જબ્બરદસ્ત, જબ્બરદસ્ત.
હું એમના ગીત લખવાની રીત અને લખેલા ગીતોથી ઘણોજ પ્રભાવિત છું મને બાળસહજ એક વિચાર આવે છેકે કુદરતે સમીરજીને ખાસ ગીતો લખવાજ સર્જ્યા છે બાકી અસાધારણ ગીતો લખવા નાની વાત નથીજ, એ પણ એક થી એક ચડિયાતા ને ૪૦૦૦ ઉપરાંત.
આપણે ગીત સાંભળ્યા નહીં હોય એટલા એમને લખી દીધેલા છે.
એમના વિશે લખવા કરતાં એમનાં લખેલા ગીતો સાંભળવા એજ એમનો પરિચય છે જીંદગીમાં જરૂરથી સાંભળવા જેવા ગીતો.
 
લિ. - વિતાન પરમાર 





👆 Courtsey - youtube.com





Popular posts from this blog

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 💐

                 ફોટો સૌજન્ય - રણમલ સિંધવ ૨૪, ઓગસ્ટ ૨૦૨૨ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિવર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી ભાષાની આન, બાન અને શાન રૂપે ઉજવાય છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કવિ નર્મદે 'મારી હકીકત' લખી હતી. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે. મારા ગુજરાતી ભાષા અંગેના મત.... આજના સમયમાં ગુજરાતી ભાષાના મહત્વ અંગે જાત જાત ના લેખો જોવા મળે છે, ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા કરતા ઓછું મહત્વ આપવામાં આવે છે પણ ભાષા કોઇ પણ હોય એનું અનેરુ મહત્વ હોય જ છે બસ સમજવાની જરૂર છે કે આપણે બધીજ ભાષાઓને સમાન મહત્વ આપવું ઘટે. વાત કરું ગુજરાતી ભાષાની તો મારી સૌથી ગમતી અને પ્રિય ભાષામાં ગુજરાતી છે, મને ક્યારેય એવું થયું નથી કે હું અંગ્રેજી શીખું કેમ કે મારે તો હજું ગુજરાતી ભાષાને સૌથી નજીકથી જોવાની ભણવાની પણ બાકી છે. મારી બોલી ગુજરાતી છે બાર ગાઉ બોલી બદલાય એમ ગુજરાતમાં પ્રદેશ બદલાય એમ ગુજરાતી ભાષાની બોલવાની ઢબ પણ બદલાય છે. હું સાબરકાંઠાથી આવું છું તો ત્યાંની બોલી તરત જ ઓળખાય જાય ક્યાંક ગયા હોઇએ ને ક...

at Media House

                  With Classmates..                         Me with WE..

સાહિત્ય જલસો

                            મારો વાંચનપ્રેમ