ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર-હાસ્ય સર્જક રતિલાલ બોરીસાગર સાથે Navajivan Trust ખાતે માતૃવંદના કાર્યક્રમમાં મળવાનું થયું, માધ્યમિક શિક્ષણ દરમ્યાન જે લેખકની રચના પાઠ સ્વરૂપે ભણતાં આજે એમને રૂબરૂ મળવાનું થયું સાંભળવાનું થયું જે મારા માટે વિશેષ અનુભવ રહ્યો. બોરીસાગર સર્જક-લેખક તરીકે વિખ્યાત છે તેમ ઉત્તમ વક્તા તરીકે પણ વ્યાપક સ્વીકાર પામ્યા છે. મુલાકાતનો સિલસિલો રાબેતા મુજબ યથાવત. 'મરક મરક' 😊 'મોજમાં રેહવું રે'. -વિતાન પરમાર
સમય - ફેબ્રુઆરી, ૨૦૧૧ મારી ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અતિ નજીકનો સમય, જે સમયે હું બીમાર હતો અને પરીક્ષાની તૈયારીનાં નામે મેં કહેવા પુરતી તૈયારી કરી હશે અને તૈયારી કરવાનો એક જાતનો કંટાળો પણ આવતો હતો. ફોનનો ઉદય થયેલો પણ ઇન્ટરનેટ ખપ પુરતું, અને ટિપિકલી ગુજરાતી વાલીઓની જેમ મને પણ ઓફર મળેલી કે ૧૦મું પાસ કરું અમુક ટકાથી તોજ કીપેડ રંગીન ફોન લાવી આપવામાં આવશે એટલે ફોન હતો નહી તો ઘરે ઇતર પ્રવૃત્તિમાં બસ ટીવી જોવું અને સમાચારપત્રો વાંચવા સિવાય ખાસ કામગીરી હતીજ નહી. પણ, મને વાંચવાનો શોખ વારસામાં મારા પપ્પા તરફથી મળેલો એટલે કલાક સુધી સમાચારપત્ર ને પુર્તિ વાંચી કાઢતો અને બીજું સામાન્યજ્ઞાન વિશેષાંક સાહિત્ય એ અલગ. મારા પપ્પા વાંચવાના રસિક એટલે હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચવા લાવતા એટલે અનાયાસે હું પણ કુતુહલવશ નવલકથામાંના પત્તાઓ ફેરવતો, જોતો. લેખક વિશેની માહિતી, નવલકથાની પ્રસ્તાવના વગેરે વાંચીને સંતોષ મેળવી લેતો કે મેં પણ નવલકથા વાંચી થોડીક. એવામાં, એક દિવસ ઘરે હરકિસન મહેતાની સત્ય ઘટના આધારિત નવલકથા "વેરનાં વળામણા" મારા પપ્પા લાવ્યા હતા એટલે મેં એ નવલકથા પ્રબુધ્ધ...