રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે.
આ નામથી ગુજરાતી સાહિત્યમાં ભાગ્યેજ કોઇ અજાણ હશે.
સાહિત્યમાં સર્વોચ્ય પદે બિરાજતાં લેખકને જ્યારે રૂબરૂ મળવાનો અને સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય એ ખરેખર અદભુત જ કહેવાય.
પ્રાથમિક-માધ્યમિકમાં ગુજરાતી વિષયમાં લેખકો-કૃતિ વિશે ભણાવામાં આવતું ત્યારે અચૂક રઘુવીર ચૌધરીનું નામ પણ લેવાતું ત્યારે વિચાર આવતો જેમનું લખાણ, જેમની કૃતિ આટલી રસિક છે એમને મળવું એ ખરેખર એક રોમાંચક અનુભવ હોવાનો, અને હાલ વર્ષો પછી માસ્ટર ડિગ્રી કરતાં કરતાં એજ લેખકશ્રીને મળવાનું થાય એ ખરેખર એક લ્હાવો જ હતો મારા માટે.
સાહિત્ય જગતનો સર્વોચ્ય એવોર્ડ "જ્ઞાનપીઠ" જેમનાં ભાગે આવે છે એવાં લેખકને મળીને એમની જીંદગી વિશે, એમના બા વિશેનાં વિશેષ સ્મરણો સાંભળવા મળ્યા તે બદલ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ નો ખાસ આભારી છું કે ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર સાહિત્યીક અને વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોને જોવાનો, સાંભળવાનો એક તક પુરી પાડે છે.
- વિતાન પરમાર